Placeholder canvas

ઇસુદાન ગઢવી ‘આપ’ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર…

મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતા ઇસુદાન ગઢવીએ કહ્યુ, ‘રાજનીતિ મારો શોખ નહી, મારી મજબૂર

અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, ‘અમે ચાર દીવાલની અંદર મુખ્યમંત્રી નક્કી નથી કરતા. અમારી પાર્ટીના મુખ્યમંત્રી જનતા નક્કી કરે છે. જનતાએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.’

અમદાવાદ: જ્યારથી ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારથી તમામ પક્ષો ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મુખ્યમંત્રીનાં ચહેરાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને ગુજરાતનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, અમે મુખ્યમંત્રીનાં ચહેરા માટે લોકોને પૂછ્યું હતુ. જેમાં 73 ટકા લોકોએ ઇસુદાન ગઢવીને પસંદ કર્યા છે.

ઇસુદાન ગઢવીએ આ પ્રસંગે જણાવ્યુ કે, ગુજરાતમાં પહેલીવાર કામની રાજનીતિ થવા જઇ રહી છે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, કામ કરું તો મને વોટ આપજો. હું અરવિંદ કેજરીવાલનો ધન્યવાદ કરું છુ કે, તેમણે આખા દેશની રાજનીતિ બદલી દીધી. મારા જેવા ખેડૂત પરિવારમાંથી આવતા અને ગોપાલભાઇ પણ જે નાના પરિવારમાંથી આવ્યા છે તેમને ઘણી મોટી તક આપી છે. હું અહીંથી તમને વિશ્વાસ અપાવું છુ કે, ઇસુદાન ગઢવી ગુજરાતની જનતા માટે વફાદારીથી કામ કરશે. મારે જનતા માટે ગોળીઓ ખાવી પડી કે, ખોટા આરોપ લાગે તો પણ હું ગુજરાતની જનતા માટે કામ કરીશ.

આ સમાચારને શેર કરો