Placeholder canvas

રાજકોટ: મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ વિકાસ સહાયને સોપાઈ

રાજકોટ: ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપના આધારે સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનીંગ વીભાગના ડીજીપી વિકાસ સહાયને સોંપી છે. રાજય પોલીસ વડાએ આખી તપાસ અન્ય આઈપીએસ અધિકારીને સોંપી છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા 2 ફેબ્રુઆરી, 2022ના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખવામાં આવેલ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ‘રાજકોટ પોલીસ કમિશનર પૈસા વસુલવા માટે ગુંડાઓની જેમ હવાલા લઈ રહ્યા છે’ જો કે, ‘રાજકોટ શહેર પોલીસ કમિશનરે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી વસૂલ કરેલા નાણાંના 15% કમિશનની માંગણી કરી છે,’ આ પત્ર સામે આવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હકડંપ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને 70 લાખ રૂપિયાની ઉઘરાણી વસુલી કરી હોવાનો આક્ષેપ ના લખેલા લેટર બોમ્બમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી 12 કરોડની છેતરપીંડીના કિસ્સાને ટાંકી પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવી,

પીએસઆઈ સાખરાએ આ ઉઘરાણી માટે 15 % માંગ્યા હોવાનું તથા અત્યાર સુધીમાં 75 લાખ પડાવી લઇ હજુ 30 લાખ માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનીંગ વીભાગના ડીજીપી વિકાસ સહાયને સોંપી છે. પોલીસ કમિશનર લેવલના ઉચ્ચ હોદ્દાની તપાસ તેમની નીચેનો હોદ્દા ધરાવતા એસીપીને સોંપાતા ઉહાપોહ થયો હતો અને આ પ્રકરણની ચારેકોરથી ટીકા થતાં અંતે સરકારે તાત્કાલિક અસરથી ડીજીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ થયો છે.

પોલીસના મેન્યુઅલ પ્રમાણે જે હોદ્દાનો અધિકારી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેના કરતાં સિનીયર અધિકારીને તપાસ સોપવામાં આવે તેમ સરકારના ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેંચના આઈપીએસ છે. જયારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના છે. આઈપીએસ વિકાસ સહાય રાજકોટ પોલીસ કમિશનર કરતા બે વર્ષ સિનીયર એટલે કે સરકારે આ કેસની તપાસ ટ્રેનીંગ વીભાગના ડીજીપી વિકાસ સહાયને સોંપવામા આવી છે. ટ્રેનીંગ વીભાગના ડીજીપી વિકાય નિવેદન લેવાની કાર્યવાહી માટે રાજકોટ આવશે.

આ સમાચારને શેર કરો