વાંકાનેર: પ્રતાપગઢમાં ભરવાડ પરીવારના લગ્નમાં મુસ્લિમ સમાજના ઘરેથી હિન્દુ રિવાજના ઢોલ ઢબુક્યા !!
વાંકાનેરના પ્રતાપગઢ ગામે કોમી એકતાના પ્રતીક સમાં ભરવાડ ફાંગલીયા પરીવારે નિરધારેલા લગ્ન-પ્રસંગમાં મુસ્લિમ સમાજના ઘરેથી હિન્દુ રિવાજના ઢોલ ઢબુક્યા !
તાજેતરમાં જ ધંધુકા ખાતે કિશન ભરવાડ ની હત્યા બાદ થોડું વાતાવરણ ડહોળાયું હતું ત્યારે કોમી એકતાનો તાજો દાખલો વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે જોવા મળેલ છે. આખું ગામ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતું હોય એવા પ્રતાપગઢ ગામમાં વર્ષોથી વસતા ફાંગલીયા ધનાભાઈ ખેંગારભાઈ ઉર્ફે ધના ભરવાડ તરીકે ઓળખાતા અને મુસ્લિમ સમાજના પરિવારના સભ્યની જેમ રહેતા ધના ભરવાડના દિકરા શૈલેષના લગ્ન આવતા આ લગ્ન પ્રસંગને મુસ્લિમ સમાજનો હેત વર્ષા ધનથી પણ ધનવાન શુભ અવસર કરી દીધો હતો. પ્રતાપગઢના મુસ્લિમ અગ્રણીઓ તારીખ 5 અને 6 ના રોજ ફાગલીયા પરિવારને ત્યાં દીકરી દીકરાનો પ્રસંગ હોવાથી મુસ્લિમ મોમીન સમાજના ઘરેથી તમામ ભરવાડ પરિવારના રીતિરિવાજ મુજબ પ્રસંગ ઉકેલીને કોમી એકતાના પ્રતિક બનેલ આ લગ્ન પ્રસંગે કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે. જે તમામ સમાજના લોકો એ આ નાનું એવું પ્રતાપગઢ ગામમાંથી પ્રેરણા લઈ આજના યુગમાં સમાજવાદ અને કોમવાદથી દૂર રહીને ઇન્શાનિયત અને માનવતાવાદ અપનાવવાની શીખ પૂરી પાડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધંધુકાના કિશન ભરવાડની હત્યા બાદ ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે અંતર વધી ગયું હતું. ત્યારે આ હત્યાને મુસ્લિમ સમાજે પણ વખોડી હતી અને ગુનેગારો સામે ભારતીય બંધારણ મુજબ કાયદેસરના પગલાં ભરાય અને તેમને સજા આપવામાં આવે એવું કહેવું હતું. આ પ્રકરણથી મુસ્લિમ સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે ઉભી થયેલી ખાઈ પુરવાનું કામ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના મુસ્લિમ સમાજે કર્યું છે.
પ્રતાપગઢમા વર્ષોથી એકલદોકલ વસતા ભરવાડ સમાજના ઘરે લગ્ન પ્રસંગમાં તમામ કામકાજો મુસ્લિમ સમાજના યુવાનોએ હાથમાં લઈને આ ભરવાડ સમાજના ઘરે આવેલ પ્રસંગ ધામધૂમથી પાર પાડયો હતો. આ લગ્ન પ્રસંગમાં બહારગામથી આવેલા ભરવાડ સમાજના મહેમાનો પણ આ વાતાવરણ જોઈને ભાવવિભોર થઇ ગયા હતા. અહીં એ નોંધવું જરૂરી છે કે કોઈ એકલદોકલ વ્યક્તિના કારણે આખા સમાજને કયારે બદનામ ન કરવો જોઈએ પછી એ સમાજ ગમે તે હોય…
(તસ્વીર અને અહેવાલ : અબ્દુલરજાક કડીવાર-પ્રતાપગઢ)
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…