Placeholder canvas

ખાનગી સ્કૂલોની ફીની લાલચ વણથંભી, સરકાર નિદ્રામાં

બેફામ લૂંટ ચલાવતી ખાનગી સ્કૂલોને સંકજામાં લઈ વાલીઓ પરથી ફીનું ભારણ ઘટાડવા વર્ષ-2017માં ઘડાયેલો ફી નિર્ધારણ કાયદો કાગના વાઘ સમાન જ સાબીત થયો છે. કારણ કે, ખાનગી સ્કૂલોની મુળ ફીમાં કોઈ ઘટાડો થયો નથી. એટલુ જ નહીં, હજુ પણ ખાનગી સ્કૂલ સંચાલકોનો લોભ ઓછો થતો નથી. ફી નિર્ધારણ કાયદામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના જે ફીના સ્લેબ નક્કી કરવામાં આવ્યાં છે તેમાં 50 ટકાનો વધારો કરવાનો સંચાલકો દ્વારા કારસો ઘડવામાં આવ્યો છે. બીજી તરફ હંમેશા સંચાલકોના ફાયદા અને વાલીઓના ખીસ્સા ખંખેરાય એવા નિર્ણય લેતી ફી નિર્ધારણ કમિટી અને સરકાર દ્વારા પણ આ અંગેની એક કમિટી નીમી છે. સરકાર પણ સંચાલકોની નફાખોરીને જાણે સાથ આપી રહી છે.

ફી અધિનિયમ અનુસાર રાજ્ય સરકારના જાહેરનામાથી ઠરાવેલી ફી કરતા ઓછી ફીની રકમ વસુલ કરતી હોય તેવી ખાનગી શાળાઓને ફી નિર્ધારણ પાસેથી ફી નિર્ધારણ કરાવવામાંથી મુક્તિ આપેલી છે. કાયદા મુજબ ફી અંગેના જે સ્લેબ નક્કી કરાયાં છે એમાં પ્રાથમિકમાં રૂ. 15 હજાર, માધ્યમિકમાં રૂ. 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ. 30 હજાર ફી નક્કી કરેલી છે. આ ફી કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. જ્યારે ઓછી ફી લેતી સ્કૂલોએ માત્ર એફ્ડિેવીટ જ આપવાની હોય છે. કાયદાના અમલ વખતે સાવ ઓછી ફી લેતી અનેક ખાનગી સ્કૂલોએ વાલીઓ સામે ખોટા અર્થઘટન કરી રાતોરાત સ્લેબમાં નિયત ફી જેટલી ફી વસૂલવાનું શરૂ કરી દીધુ હતુ. હાલની સ્થિતિએ અમદાવાદ સહિત રાજ્યની મોટાભાગની ખાનગી સ્કૂલોની ફી નિર્ધારણ કાયદા પહેલા જે ફી હતી એટલી જ અથવા તો એના કરતાં પણ વધુ મંજુર થયેલી છે. જેથી વાલીઓને કાયદાના લીધે કોઈ રાહત મળી નથી. જોકે હવે મેલી મૂરાદ ધરાવતા સ્કૂલ સંચાલકોને આટલા હદે સંતુષ્ટ ન હોવાથી નિયત મર્યાદી ફીના સ્લેબમાં પણ 50 ટકાનો વધારો ઝિંકવા માટે સરકારને રજૂઆતો ‘સાઠગાંઠ’ કરાઈ રહી છે.

વાંકાનેરમાં પણ એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાએ વર્ષની અધવચ્ચે ફી માં 50% જેટલો વધારો કર્યો છે, તેની સામે વાલીઓમાં ભારે રોસ જોવા મળી રહ્યો છે. જેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે, હજી આ મામલાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ ખાનગી શાળા અધવચ્ચેથી ફીનો વધારો કરવાથી ઘણા લોકો પોતાના બાળકોને ત્યાં ભણાવી શકે તેમ નથી કેમકે આ વધારો તેમને પોસાય તેમ નથી. જેથી વાલીઓ મૂંઝાઈ રહ્યા છે કે તેમના બાળકોને ત્યાંથી ઉઠાવી લેવા કે શું કરવું ? વાલઈઓની માંગ છે કે ફી નો વધારો આગામી વર્ષની શરૂઆતમાં કરવામાં આવે હાલ અત્યારે અધવચ્ચે કોઈ વધારો કરવામાં ન આવે આ બાબતે શિક્ષણ વિભાગ, ડીડીઓ, કલેક્ટર અને શિક્ષણમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો