Placeholder canvas

મોરબી: રાણીબા સહિતના આરોપીઓ વિરુદ્ધ લૂંટની કલમ ઉમેરાઈ

મોરબી : મોરબીમા ગુરુવારે રાત્રે બાકી નીકળતો પગાર લેવા ગયેલા અનુસૂચિત જાતિ સમાજના યુવાનને ઢોર માર મારી મોઢામાં લેડી ડોનના વહેમમાં રાચતી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ મોઢામાં પગરખું લેવડાવવાનું હીન કૃત્ય આચરતા આજે મોરબીના અનુસૂચિત જાતિ સમાજે આક્રોશભેર રજુઆત કરતા પોલીસે બનાવના લૂંટની કલમનો ઉમેરો કર્યો છે.

મોરબીની આ ઘટનામાં રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરી કરતો નિલેશભાઈ દલસાણીયા નામનો યુવાન બાકી નીકળતા પોતાના પગારના પૈસા લેવા જતા વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા અને તેના ભાઈ તેમજ પાંચ અજાણ્યા શખ્સો દ્વારા નિલેશભાઈ ઉપર અમાનુષી કૃત્ય આચરી, ચામડાના પટ્ટા વડે માર મારી મોઢામાં ચપ્પલ લેવડાવતો વીડિયો ઉતારી લેતા આ ક્રૂરતા પૂર્વકની ઘટનાના ઘેરા પડધા પડયા હતા.

બીજી તરફ ગઈ કાલે મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી આ ધૃણાસ્પદ બનાવમાં લૂંટ થઈ હોવા છતાં લૂંટની કલમ ન ઉમેરવામાં આવી હોવાની ઉગ્ર રજુઆત કરતા શુક્રવારે મોડી સાંજે તપાસનીશ અધિકારી દ્વારા વિભૂતિ ઉર્ફે રાણીબા તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ લૂંટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો