વાંકાનેર: યોગાસન બાદ કબડ્ડીમાં પણ દોશી કોલેજનો વિદ્યાર્થી નેશનલ લેવલે રમવા જશે.

વાંકાનેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું ડાયરેક્ટ સિલેક્શન યોજાયેલ હતું. જેમાં જુદી જુદી ૨૧ કોલેજ ના ૧૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેરની દોશી કોલેજનો કબડ્ડી નો ખેલાડી ખાંડેખા નૈમિષ ભીખાભાઈ ૧૦૦ ખેલાડીમાંથી પ્રથમ નંબરે સિલેક્શન થયેલ છે.
ખાંડેખા નૈમિષ હવે સંત ગાડગે બાબા યુનિવર્સિટી અમરાવતી, મહારાષ્ટ્ર. ખાતે ૨૨ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા જશે. ખાંડેખા નૈમિષ ભીખાભાઈ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
જો આપ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

