ભલગામમાં ભલાઈનું રાજકારણ: છેલ્લી 5 ટર્મથી ગામ થાય છે સમરસ !
વાંકાનેર: હાલમાં મોટા ભાગના ગામોમાં ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે, મતદારોને રીઝવવા માટે નવા નવા ગતકડા શરૂ થયા છે. ચૂંટણીવાળા મોટાભાગના ગામોમાં જમણવાર અને નાસ્તાઓ પણ શરૂ થઇ ગયા છે. કયા કોણ આવશે ? મતદારો શું કરશે ? આ બધા જ પ્રશ્નોની સાચી ખબર 21 તારીખે જ સાંમે આવશે…
લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે પરંતુ હાલના સંજોગો એવા છે કે આ ચૂંટણી ગામમાં સમાજ સમાજ વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે અને ગામના ભાઇચારાના વાતાવરણમાં તીરાડો પાડી દે છે. એ તિરાડો જલ્દી પુરાતી નથી. ઉમેદવારો તો ચુંટણી પછી એ કદાચ અઠવાડિયામાં સાથે બેસીને ચા પીતાં હશે, પણ તેમના કાર્યકરો, ટેકેદારો અને મતદારોમાં ચૂંટણીનાં કારણે પડેલી રાજકીય તિરાડ જલદીથી પુરાતી નથી, તેમને પુરાતા ઘણો સમય લાગે છે અને કયારેક કયારેક તો તેમના વરવાં પરિણામો પણ સામે આવે છે.
ત્યારે વાંકાનેર તાલુકાના ભલગામમાં ભલાઇનુ રાજકારણ ચાલે છે અહીંયા છેલ્લી પાંચ ટર્મથી ગામ સમરસ થાય છે. ઘણા સમય પૂર્વે આ ગામમાં ચૂંટણી થઈ હતી અને ચૂંટણીમાં અને ચૂંટણી બાદ ના જે પરિણામો સામે આવ્યા તેમને લઈને ગામના આગેવાનો અને સમજદાર લોકો એ નક્કી કર્યું કે હવે ગામમાં ચૂંટણી નથી કરવી, આ ગામમાં વસતા તમામ સમજોને વારાફરતી વારો આપવો આવો ગ્રામજનોએ ગામના હિતમાં સામુહિક નિર્ણય લીધા પછી ગામમાં ક્યારે ચૂંટણી થઈ નથી (વચમાં ચૂંટણીમાં ઉમેદવારી કરવાના શોખીન માણસ આ નિર્ણય સામે ફોર્મ ભરતા પરંતુ તેમને ગણ્યા ગાંઠ્યા જ મતો મળતા) ગામના આ નિર્ણયથી એટલું ચોક્કસ કહી શકાય કે તેમને ગામની ભલાઈ માટેનો નિર્ણય કર્યો છે.
ગામના હીત માટે, ગામની એકતા માટે અને ગામના ભાઈચારા માટે, કરવામાં આવેલો આ નિર્ણય માટે ગામના આગેવાન અને તમામ ગ્રામજનો અભિનંદનને પાત્ર છે.
છેલ્લી 5 ટર્મમાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચો:-
(૧) ભરવાડ લખાભાઈ હીરાભાઈ -2021
(૨) ખાચર ભાભલુભાઈ માનસીભાઈ -2017
(૩) બેડવા માણસુર વાલાભાઈ -2012
(૪) ભાલીયા કેશુભાઈ જીવાભાઈ -2007
(૫) ભાલીયા વજુભાઈ કેશાભાઈ -2002
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…