હડમતિયામા કોરોના કાળમાં મૃત્યું પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે પંચકુડી મહાયજ્ઞનું આયોજન

વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા હડમતિયા મુક્તિધામમાં દિવંગતોના મોક્ષાર્થે યજ્ઞનું આયોજન

આ યજ્ઞની શરુઆત મોરબી જીલ્લાના ટંકારાના હડમતિયા ગામથી થઈ છે

By રમેશ ઠાકોર – હડમતીયા
ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં કોરોનાના કપરાં કાળમાં અનેક પરિવારે પોતાના વ્હાલા સ્વજનો ગુમાવ્યા છે. આવા અનેક ગામમાં કાળમુખા કોરોનાના કપરા કાળમાં હ્રદય હચમચાવી જાય તેવા કરુણાંતિકા દ્રશ્યો મરદ મુછાળાની પણ આંખો ભીંજવી જાય તેવા તાદાત્મ્ય બન્યા હતા.

ઘણાબધા પરિવારમા પુત્ર પોતાના પિતાને કાંધ નથી આપી શક્યા, તો ઘણીબધી માતાઓએ પોતાના વ્હાલસોયા પુત્રને છાતી સરસો નથી ચાંપી શકી, અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાના સેંથાનુ સિંદુર ગુમાવ્યું છે, તો અનેક પુત્ર એ માતાનો ખોળો ગુમાવ્યો છે, ઘણીબધી બહેનોએ કાંડે રાખડી બાંધનાર માડી જાયો ભાઈ ગુમાવ્યાનો અફસોસ ભારોભાર છે.

ત્યારે આવા દિવંગત આત્માઓના મોક્ષાર્થે હડમતીયાના મુક્તિધામનાં પટરાગણમાં તા. 16/12/2021 ગુરુવારના રોજ સમય :- સવારે 9.00 થી 10.30 વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા દરેક યજ્ઞકુંડ પર દિવંગતોના પરિવારજનો દ્વારા ૐ ના મંત્રોચ્ચાર દ્વારા આહુતિઓ આપી પોતાના વ્હાલસોયા સ્વજનોને ફરી એક્વાર યાદ કરી આંખોની પાંપણ ભીંજવીને યાદ કર્યા હતા

આ પંચકુડી યજ્ઞ પ્રસંગે હડમતિયા મુક્તિધામ સમિતિના સેવાભાવિ સદસ્યો, વૈદિક પ્રચાર સમિતિના આર.જી. બાવરવા તેમજ તેમની ટીમ, ગામના વડીલ આગેવાનો અને ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા

આ સમાચારને શેર કરો