વાંકાનેર: આરોગ્યનગરમાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત યુવક સારવાર હેઠળ
By શાહરૂખ ચૌહાણ -વાંકાનેર
વાંકાનેર આરોગ્યનગરમાં યુવાક અને યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે યુવક-યુવતીને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરથી રાજકોટ રીફર કરાયેલ યુવક અને યુવતીમાંથી યુવતીનું રસ્તામાં જ મૃત્યુ નીપજયું હતું.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (ઉંમર 20) અને રીટાબેન રાજુભાઈ અંબાસણ ( ઉમર 20) આ બંન્નેએ કોઈ કારણોસર મોડી સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, બંને ઝેરી અસર થતા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડેલ હતા જયાં તેઓને પ્રાથમિક સારવાર આપીને રાજકોટ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી યુવક અને યુવતીએ એકી સાથે શા માટે ઝેરી દવા પીધી? તે દિશામાં તપાસ શરૂ કરેલ છે. વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરથી સારવાર માટે યુવક અને યુવતીને રાજકોટ ખસેડવામાં આવેલ હતા ત્યારે રસ્તામાં જ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે અને ઝેરી દવા પી લેનાર યુવાનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે