રાજકોટમાં માધાપર ચોકડી પાસે બ્રીજ ધરાશાયી, 2 મજૂરો ઈજાગ્રસ્ત

રાજકોટમાં આજે માધાપર ચોકડી પાસે મોટી દુર્ઘટના ઘટી છે. જેમા ચોકડી પાસે એક નવો બ્રીજ બની રહ્યો હતો જે બ્રીજ એકાએક ધરાશાયી થઈ ગયો. બ્રીજનું સમારકામ ચાલી રહ્યું હતું તેજ સમયે આ દુર્ઘટના ઘટી. આ મામલે બ્રીજની નબળી કામગીરી જવાબદાર હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. જોકે આ ઘટનામાં કોઈને જાનહાની નથી પહોચી. 

2 મજૂરો ઈજાગ્રસ્ત 

બ્રીજ જ્યા છે ત્યા આસપાસના વિસ્તારમાં વાહનોની મોટા પાયે અવરજવર છે જેથી જો આ બ્રીજ રસ્તા પર પડયો હોત તો મોટી જાનહાની થઈ શકતી હતી. ઘટનામાં બે મજૂરોને ઈજા પહોચી છે જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા છે. 

બ્રીજ એકાએક નમી પડતા અધિકારીઓ પણ દોડતા થઈ ગયા અને અને તેમણે તુરંત સમારકામની કામગીરી હાથ ધરી હતી. બ્રીજ પડ્યો ત્યારે આસપાસના રહિશો તેમજ વાહનચાલકો ત્યા ઉભા રહી ગયા હતા. જોકે તે સમયે મજૂરો ઓછી સંખ્યામાં કામ કરી રહ્યા હતા જેથી કહી શકાય કે મોટી જાનહાની થતા ટળી છે. પરંતું બ્રીજ ધરાશાયી થવાને કારણે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. 

તંત્ર સામે ઉઠ્યા સવાલો 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સ્થાનિકોએ એવું જણાવ્યું કે મોડી રાતે આ બનાવ બન્યો હતો. પરંતુ જે રીતે ઓવિરબ્રીજ ધરાશાયી થયો છે. તેના કારણે તંત્ર સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે કોઈને આ ઘટનામાં જાનહાની નથી થઈ. પરંતુ બ્રીજ ધરાશાયી થવાને કારણે ક્યાંકને ક્યાંક લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ સમાચારને શેર કરો