Placeholder canvas

રાજ્યભરમાં ગરમીએ માઝા મૂકી…

રાજ્યભરમાં મોટા ભાગના શહેરોમાં શુક્રવારે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે જ્યાં શહેરીજનોએ બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી હતી. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા છે જ્યારે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લીધો હતો. જૂનાગઢ શહેરમાં શુક્રવારે તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું છે.

આવા ધગધગતા તાપમાં લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે. વેકેશનનો સમય હોવા છતા પણ પ્રવાસન સ્થળો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. રાજકોટની ગરમીના પ્રકોપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં ગઈકાલે 43.5 ડિગ્રી તાપમાન નોંધાયા છે. ગરમીથી બચવા લોકો ઠંડાપીણાનુ સેવન કરી રહ્યા છે. આઈસક્રીમ, સોડા અને શેરડીના રસનુ સેવન વધી રહ્યું છે. અમદાવાદમાં સતત આકરી ગરમી પડી રહી છે જેના કારણે શહેરના રોડ-રસ્તા બપોરે સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. શેરડીના રસથી લોકો ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો