Placeholder canvas

TET-1ના ઉમેદવારો માટે મોટા સમાચાર: પરીક્ષાનું પરિણામ જાહેર થયું;

ટેટ-1ના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, TET-1નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે. થોડા દિવસ અગાઉ લેવાયેલી ટેટ-1ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે, જે પરીક્ષા લગભગ 87 હજાર ઉમેદવારોએ આપી હતી. આ પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org જઈ ચેક કરી શકાશે. વર્ષ 2018 બાદ TET-TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ ન હતા, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા હતા. રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થયો હતો.

આ સમાચારને શેર કરો