skip to content

સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર: ઇફકોમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડીયાની જીત

ગુજરાતમાંથી ઈક્કોના ડાયરેકટર તરીકે જયેશ રાદડિયાની જીત થઇ છે. જેમાં ગુજરાતમાંથી 180 લોકોએ મતદાન કર્યું હતુ. મતદાનમાં 2 સભ્ય ગેરહાજર રહ્યા હતા.

ઈક્કોની ડાયરેક્ટની ચૂંટણીને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈક્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. મળેલીમાહિતી મુજબ ગુજરાતના 182માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જયેશ રાદડીયાને 114 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેડવાતને 66 મત મળ્યા હતા. આમ જયેશ રાદડીયાની 48 મતથી જીત થઈ છે.

જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં 68 મત હતા.

આ સમાચારને શેર કરો