Placeholder canvas

થાન: નિતાબેન મકવાણા બ્રેઇન ડેડ થતાં પરિવાર દ્વારા તેમનું અંગદાન કરાયું.  

નિતાબેનની બે કિડની, લીવર તથા બંને આંખોનું દાન કરાયું.  

બ્રેઇન ડેડ વ્યકિતના હૃદય, ફેફસાં, કિડની, લીવર, પેન્ક્રીયાસ, નાનું આતરડું જેવા અંગો, આ જ અંગોના સંપૂર્ણ નિષ્ફળ જવાથી જે દર્દીઓ મરણમુખ છે તેવાં દર્દીઓના શરીરમાં રોપવા માટે થતું અંગોનું દાન. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડ નાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. એ માટે સૌથી આવશ્યક છે બ્રેઇન ડેડ વ્યકિતનાં અંગોનું દાન.

નીતાબેન બાબુભાઇ મકવાણા ઉમર વર્ષ ૪૦ અમરાપર (થાન) તા. ૯ સાંજે ૪.૩૦ વાગ્યે મજૂરી કામ કરી ઘરે આવતા હતા. ત્યારે બાઇકની ઠોકર વાગવાથી ઇજા પામ્યા. થાનમાં ડૉ. સતાવરા સાહેબને ત્યાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલ, રાજકોટ ખાતે દાખલ કર્યા ત્યાં મગજમાં ઓપરેશન કર્યા બાદ નિતાબેનને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવા નિર્ણય લીધો પરંતુ તબિયતમાં કોઈ સુધારો થયો નહીં.  બે – ત્રણ દિવસની સારવાર બાદ તા. ૧૩/૦૬/૨૦૨૨ના રોજ બ્રેઇન ડેડ ડિકલેર કરાયા.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં કિટીકલકેર સ્પેશ્યલિસ્ટ ડૉ. સંકલ્પ વણઝારા જે ૨૦૦૬થી અંગદાન પ્રવૃતિમાં જોડાયેલા છે,તેમને મકવાણા પરિવારના નિતાબેનના પતિ બાબુભાઇ તથા પુત્ર રાહુલભાઈ તથા મેહુલભાઈને નિતાબેનનાં અંગોનું દાન કરવા સમજાવ્યું તથા પરિવારને પ્રેરણા આપી. શ્રમિક, મહેનતુ તથા સાધારણ પરિવારના હોવા છતાં નિતાબેનનાં પરિવારે હ્રદય ઉપર પથ્થર રાખી નિતાબેનની બે કિડની તથા લીવર અને બે આંખોનું દાન કરવાની સહમતી આપી. ડૉ. ગૌરાંગ વાઘાણી, ડૉ. મયંક વેકરીયા, ડૉ. દિવ્યેશ વિરોજા, ડૉ. સુભાષ ટાંક, ડૉ. એકતા મૂંગલપરા,  ડૉ. વૈશાલી ગોસાઇ, ડૉ. દક્ષા , સર્વે ડોકટરોએ નિતાબેનનું અંગદાન કરવામાં જહેમત ઉઠાવી.  તથા સ્ટર્લિંગ હોસ્પિટલના સેન્ટર હેડ ઘનશ્યામ ગુસાણીનો સંપૂર્ણ સહયોગ રહ્યો. અંગદાન પ્રક્રિયામાં સ્ટર્લિંગ હોસ્પિટલ તથા  તેમના સમગ્ર સ્ટાફે ઉદાહરણીય સેવા આપી હતી. આ સાથે લિવર અને કિડનીને સુરક્ષિત લઈ જવા માટે સમગ્ર પોલિસ ડિપાર્ટમેંટ દ્વારા ગ્રીન કોરીડોર કરી અપાયો હતો તે માટે ટ્રાફીક એસીપી  મલ્હોત્રા  તથા પીએસઆઇ કે. આર. ચોટલિયા મેડમ અને પીએસઆઇ એ. એમ. મહેતાની સુંદર માનવતા વાદી સેવાઓ પ્રાપ્ત થઈ હતી..

રાજકોટમાં અંગદાનની કાર્ય પ્રવૃતિ ૨૦૦૬ થી શરૂ થયેલી અત્યાર સુધીમાં રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની મદદથી ૯૬ અંગદાન થઈ ચૂક્યા છે નિતાબેનનું અંગદાન ૯૭ નંબરનું  છે. જેમાંથી ઘણા લોકોના જીવન ઉજાગર થશે. ભલે નિતાબેન નો પાર્થિવ દેહ દુનિયામાં ન રહે પરંતુ અન્યનાં શરીરમાં તેમના અંગો થકી તેઓ કાયમ જીવિત રહેશે. બાબુભાઇ સિરમીકના કારખાનામાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરંતુ સેવાભાવિ સ્વભાવના લીધે આ અંગદાન કાર્યમાં સહમતી આપી. સાથે માતા સમુબેન પૌત્ર રાહુલભાઈ તથા મેહુલ બાબુભાઇનાં નાનાભાઇ વિનોદભાઇ તથા રાહુલભાઈનાં ધર્મપત્ની નંદિનીબેને પણ આ સેવા કાર્યમાં સહમતી આપી. ખૂબ જ સરાહનીય કાર્યમાં અંગદાન જાગૃતતા પરિણામલક્ષી કામ કરનાર નીતિનભાઈ ધાટલીયા તથા મિતલભાઈ ખેતાણી તથા ભાવનાબેન મંડલી એ પરિવારને સાંત્વન આપ્યું. નિતાબેનનાં અંગો લેવા માટે ગુજરાત રાજ્ય સરકારનાં નિર્દેશન હેઠળ સુરત કિરણ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ લીવર અને બે કિડની લેવા આવી હતી જેનાથી ૩ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું. આ ઉપરાંત અંગદાનના ઓપરેશન બાદ બંને ચક્ષુઓનું દાન થયું જે થકી બે વ્યક્તિને દ્રષ્ટિ મળશે.

રાજકોટમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે તથા અંગદાન કરવા માટે કે અંગદાનનો સંકલ્પ કરવા માટે 9106379842 ,9427776665, 9825256578, 9824459695, 9824221999 પર સંપર્ક કરવા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો