Placeholder canvas

વાંકાનેર: બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ બઘડાટી બોલી…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ગાળો બોલવા પ્રશ્ને બે પરિવારો વચ્ચે બોલાચાલીમાં ઢખો થતા લાકડાના ધોકા છૂટથી ફેરવવામાં આવતા બન્ને પક્ષે પાંચ લોકોને ઇજાઓ પહોંચતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર નવાપરા નિશાળ સામેની શેરીમાં રહેતા ધીરૂભાઇ બીજલભાઇ અદગામાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આરોપી (૧) હકાભાઇ નારણભાઇ (૨) અનીલભાઈ રમેશભાઈ (૩) સુનીલભાઈ કમાભાઈ (૪) વિજય કમાભાઈ (૫) તુષારભાઈ મુકેશભાઈ (૬) રાજનભાઈ હકાભાઈ (૭) અર્જુનભાઈ હકાભાઈ (૮) વિશાલભાઈ રમેશભાઈ તથા ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ પોતાના પુત્રને ગાળો કાઢી તેમના ઘરે આવી હુમલો કરતા ફરિયાદી ધીરુભાઈ તેમના પત્ની રંજનબેન અને દીકરા જીગ્નેશને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું જાહેર કરતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૯, ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે.

આ સમાચારને શેર કરો