Placeholder canvas

વાંકાનેર: કિશાન સંઘ દ્વારા વીજ દરોમાં વિસંગતતા બાબતે મામલતદારને આવેદન આપ્યું

વાંકાનેર: આજે ભારતીય કિસાન સંઘ દ્વારા વાંકાનેર ખાતે ધરણા કરી આવેદન આપવામાં આવ્યું હતું જેમાં વીજ દરની વિસંગતતા દુર કરવા માંગ કરવામાં આવી છે.

વાંકાનેર ભારતીય કિસાન સંઘના જિલ્લાના મંત્રી હુસેનભાઇ શેરસિયા , વાસુદેવસિંહ , મનુભા ઝાલા સહિત તાલુકાના અગ્રણીઓ તથા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા અને બાદમાં મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે.જેમાં જણાવ્યું છે કે કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે એ બંનેના વીજ દરમાં તફાવત છે, વીજ મીટર આધારિત ખેડૂતોને નુકશાની સહન કરવી પડે છે. જેથી મીટર આધારિત ખેડૂતોને હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા માંગ કરી છે.

આ ઘરણા અને આવેદન પત્ર આપવા માટે વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી ખેડૂતોએ હાજરી આપી હતી, ગુજરાત સરકાર આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપે તેવી ખેડૂતોની માંગ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો