Placeholder canvas

વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફીસ, તીથવા અને કોઠી પી.એચ.સી.માં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી કરાય.

આઇ.ટી.આઇ. ખાતે ગુરુશીબીર


મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર ના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુશીબીર રાખવામાં આવેલ.

તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ગુરુ શીબીર રાખવામાં આવેલ.જેમાં બાળકોને તમાકુના વ્યસન થી થતી શારીરિક/માનસિક/આથિક અસરો.વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી. એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર અને આઇ.ટી.આઇ. ના આચાર્યશ્રી માહંમદભાઇ રાઠોડ એ હાજર રહી જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ..

કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના આચાર્યશ્રી તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને RBSK ટીંમના ડો. અનીલ પરમાર હાજર રહેલ.આભારવિધિ આઈટીઆઈના શિક્ષક અજોલાભાઇએ કરેલ.

તીથવા પી.એચ.સી.

આજરોજ 31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત પ્રા.આ.કે. તીથવા ના મેડિકલ ઓફિસર ડો. આરઝૂબેન મારવણીયા, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયા અને તોફિક ગઢવારા ઉવેસ સીપાઈ રેનીસ કડીવારના માર્ગદર્શન દ્વારા પંચાસિયા સબ સેન્ટર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતરગત રેલી નું આયોજન કરી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવા ખાતે રંગોળી બનાવી પ્રચાર પ્રસાર કરી ને લોકોને તમાકુથી મોઢાનું ગળાનું તેમજ ધુમ્રપાન કરવાથી ફેફસાનું કેન્સર થાય છે અને તમાકુ થી સુ નુકશાન થાય છે તેના વિસે વિસ્તૃત માહિતી આપવામા આવી

કોઠી પી.એચ.સી.

આજ રોજ ૩૧ મે  વિશ્વ તમાકુ  દિવસ નિમિતે પ્રા.આ.કે. કોઠી મા વિશ્વ તમાકુ દિવસની ઉજવણી બાબતે જીલ્લા અધીકારીશ્રી ડો.કવીતા દવે અને જીલ્લા અધીકારી ડો.ડી.વી.બાવરા, અને જીલ્લા તમાકુ સેલ ના સ્ટાફ તેહાન શેરસીયા તેમજ પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડો.સાહિસ્તા કડિવાર ના મર્ગદર્સન હેઠળ વિવિધ જગ્યાએ તમાકુની નુક્શાની અંગે જન જાગ્રુતી પ્રવુતી કરવામા આવેલ છે અને લોકો માટે તમાકુથી થતા રોગ અંગે જનજાગ્રુતી આવે તે માટે  ચિત્ર સ્પર્ધા ,પત્રીકા વિતરણ, જુથ ચર્ચા તેમજ શપથ ગ્રહણ  અને તમાકુથી નુક્શાની અંગે કામગીરી કરી લોકો ને જાગ્રુત કરેલ છે.

આ સમાચારને શેર કરો