Placeholder canvas

રેકર્ડ ગુમ કરી દેનાર ઘુનડા સજ્જનપરના તલાટી કમ મંત્રીએ સસ્પેન્ડ

મોરબી : ઘુનડા સજ્જનપરથી હળવદના વેગડવાવ ખાતે બદલી પામેલા તલાટી કમ મંત્રીએ રેવન્યુ રેકર્ડ તેમજ નાણાકીય રેકર્ડ ગુમ કરી દેતા મોરબી ડીડીઓ ડી.ડી. જાડેજાએ આકરા પગલાં ભરવાની સૂચના આપતા ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ દ્વારા આ તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવતા પંચાયતી આલમમાં ચકચાર જાગી છે.

મળેલી માહિતી મુજબ મોરબીના ઘુનડા સજ્જનપર ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાની હળવદ તાલુકાના વેગડવાવ ગામે બદલી કરવામાં આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા તાત્કાલિક ચાર્જ છોડી ઘુનડા ગ્રુપનું રેકર્ડ નવા તલાટીને સોંપી આપવા હુકમ કર્યો હતો.

જો કે, ઘુનડા ગ્રુપ તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાએ ટીડીઓના આદેશ છતાં રેકર્ડ ન સોંપવાની સાથે નાણાકીય ગેરરીતિ કર્યાનું બહાર આવતા આ મામલે મોરબી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ દ્વારા તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી માળીયા ખાતે સસ્પેન્સન દરમિયાન હાજરી પુરાવવા હુકમ કર્યો હતો. તેમજ ડીડીઓ જાડેજાએ મોરબી ટીડીઓને તલાટી સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે

આ સમાચારને શેર કરો