Placeholder canvas

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી વિવિધ પરીક્ષાની તારીખો જાહેર

સરકારી પરીક્ષા આપવા માગતા યુવાનો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 અન્વયે કુલ 4304 જગ્યાઓ માટેની જે જાહેરાત બહાર પાડી હતી તેમાં જુનિયર ક્લાર્ક અંતર્ગત જે બેઠકો હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જગ્યાઓ 4300થી વધારીને 5202 કરાઈ છે. તેમજ બીટ ગાર્ડની પરિક્ષાને લઈને તેમણે જણાવ્યું કે, 1ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે.

તેમજ તેમણે જૂનિયર ક્લાર્ક પરિક્ષાને લઈને જણાવ્યુ કે, એપ્રિલથી જૂનિયર ક્લાર્ક પરિક્ષા લેવામા આવશે. જૂનિયર ક્લાર્કમાં અત્યારસુધી 3 લાખ જેટલા ફી સાથે ફોર્મ ભરાયા છે. હસમુખ પટેલે જણાવ્યું કે, 1ફેબ્રુઆરીથી બીટ ગાર્ડની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થશે. અને બીટ ગાર્ડ માટે ભરતી પરિક્ષા 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી લેવાશે.

બીટ ગાર્ડ ની 4 લાખ કરતા વધુ ઉમેદવાર ભરતી પરિક્ષા આપશે. વધુમાં તેમણે જણાવ્યું કે, માર્ચ માસના દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયરની જગ્યાએ ભરવા પરિક્ષાઓનું આયોજન થશે.

આ સમાચારને શેર કરો