Placeholder canvas

વાંકાનેર: ઘીયાવડ-ઈશ્વરિયા-નેસ ગામે પાંચ સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી જતાં બે પુત્રીનો આપઘાતનો પ્રયાસ

માલઢોર ચરાવવા નીકળેલી પરિણીતા પાંચ દિવસ પૂર્વે ચાર બાળકોને તરછોડી ફરાર થઈ જતાં બે પુત્રીએ જૅરી દવા પી લીધી

વાંકાનેરના ધીયાવડ ઈશ્વરિયા ગામે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલી પરિણીતા ચાર પુત્રી મુકીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. માતા પ્રેમી સાથે ભાગી જતા બે માસુમ પુત્રીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બન્ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ છોટા ઉદેપુર અને હાલ ઈશ્વરિયા ગામે પેટીયુ રળવા આવેલાપરિવારની હીનાબેન દુરસીંગભાઈ રાઠવા (ઉ.વ.૧૧) અને તેની નાની બહેન રશ્મીકા દુરસીંગ રાઠવા (ઉં.વ.૯) નરેન્દ્રસિહની વાડીએ હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાંબંને બહેનોએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને માસુમ બાળાને ઝેરી અસર થતા બેશુધ્ધ હાલતમાંતાત્કાલીક સારવાર માટે

વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બંને બાળાની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી લેનાર બંને બાળા મુળ છોટાઉદેપુરની વતની છે તેનો પરિવાર છેલ્લા છ માસથી ખેત મજુરી કરવા માટે આવ્યો છે. ઝેર પી લેનાર બાળા પાંચ બહેનો છે. જેમાંએક બહેનના લગ્ન થયા છે. તેણીની માતા લખીબેનને માલઢોરચરાવવા આવતા શખ્સ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ બંધાયો હતો. માતા ચાર માસુમ પુત્રીઓને તરછોડી પ્રેમી સાથે પાંચ દિવસ પૂર્વે ભાગી ગઈ હતી. માતા પ્રેમી સાથે રફુચક્કર થઈ જતા બંને પુત્રીએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો