Placeholder canvas

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

વાંકાનેર: આજરોજ વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતતા અને ઉત્સાહ વધે તથા ચૂંટણીની પ્રક્રિયાઓને સમજે તે અંતર્ગત શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં શાળાના શિક્ષકો કુબાવત નરેન્દ્રભાઈ, વંડરા અશ્વિન, કટેસિયા રણજીતભાઈ, મકવાણા અંજનાબેન, શેરસિયા જુનેદભાઈ તથા આચાર્ય અનિલભાઈ પનારા એ ઉત્સાહથી કામ કરી બાળકોની આ તાલાવેલીને ઉમળકાથી સ્વીકારી. આ કાર્યક્રમનું તમામ સંચાલન નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું હતું. આ તકે સીઆરસી અને બીઆરસી તથા તાલુકા શાળા આચાર્યએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો