Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડીમાં મંદિર પાસે દારૂ વેચવાની ના પાડનાર પિતા-પુત્ર સહિત પાંચ પર હુમલ

બુટલેગર સહિત 5 શખ્સો ધોકા-પાઇપ, કુહાડીથી તૂટી પડી ગંભીર ઇજાઓ પહોંચાડી

By શાહરૂખ ચૌહાણ-વાંકાનેર
વાંકાનેરના રાતીદેવડી ગામે માતાજીના મઢ નજીક દારૂ વેચવાની ના પાડતાં વણકર પ્રોઢ અને તેના પુત્રો તથા ભત્રીજા પર તેના જ સમાજના લોકોએ ધોકા-પાઇપ-કુહાડીથી હુમલો કરતાં પાંચને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ રાતીદેવડી ગામે રહેતા અને કડિયા કામની મજૂરી કરતા લાલજીભાઇ મલાભાઇ વોરા (ઉ.વ.૫૩) તથા તેના બે પુત્રો દિલીપ (ઉ.૨૪), પ્રકાશ (ઉ.૨૩) તથા ભત્રીજા નરેન્દ્ર હેમરાજભાઇ વોરા (ઉ.૨૨) અને કુટુંબી ભત્રીજા હેમરાજભાઇ દાનાભાઇ વોરા (ઉ.૫૨) પર ગામમાં આવેલા પીઠડમાના મઢ નજીક હતાં ત્યારે મુકેશભાઇ વણકર, તેના પુત્રો અનિલ, દિવ્યેશ તેમજતેની સાથેના યોગેશ તથા અજાણ્યાએ ધોકા –પાઇપ- કુહાડીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં પાંચેયને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લાલજીભાઇના કહેવા મુજબ સામેવાળા લોકોને માતાજીના મઢ નજીક દારૂ વેંચતા ના પાડતાં આ બાબતે ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હતો. વાંકાનેર પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથધરી છે.

આ સમાચારને શેર કરો