Placeholder canvas

વાંકાનેર: ભોજપરા ગામે રાત્રે વિજળી પડતા બળદનું મોત

વાંકાનેર ગત રાત્રે વાંકાનેર તાલુકામાં ભારે પવન અને ગાજવેજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો વરસાદ સાથે જોરદાર પવન હતો અને એટલા બધા કડાકા ભડાકા થતા હતા કે બાળકો તો ઠીક છે મોટા લોકો પણ ડરી જતા હતા. આ કળાટા ભળાકા થી એવું લાગતું હતું કે નક્કી કંઈક વીજળી પડી હશે.

આજે સવારે મળેલી માહિતી મુજબ ગત રાત્રે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વકાલીયા ઉસ્માન હમદના ઘરે વીજળી પડી હતી વીજળી એક લીમડાના ઝાડ પર પડી હતી અને ત્યાં બળદ બાંધેલો હોય બળદ આ વીજળીની ઝપેટમાં આવી જતા તેમનું મોત થયું હતું તેમ જ લીમડાનું ઝાડ પણ આખું બળી ગયું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV

આ સમાચારને શેર કરો