Placeholder canvas

હવે વાંકાનેર તાલુકામાં 1ગામનો થયો વધારો ! કેમ ? જાણવા વાંચો.

વાંકાનેર આજથી વાંકાનેર તાલુકામાં એક ગામનો વધારો થયો છે અત્યાર સુધી વાંકાનેર તાલુકામાં કુલ 100 ગામ હતા અને હવે તે 101 કામ થશે કેમકે વાંકાનેર તાલુકામાં આજથી એક ગામનો વધારો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરીને ભાટિયા નવી ગ્રામ પંચાયતની રચના માટે ચંદ્રપુર ગામના પીઢ રાજકીય અગ્રણી જલાલભાઈ શેરસીયા મહેનત કરી રહ્યા હતા અને તેમના મહેનતનું ફળ આજે મળી ગયું છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ ઇસ્માઈલભાઈ તાલુકા પંચાયતની પણ ચૂંટણી જીત્યા હતા ત્યારે તેઓએ તાલુકા પંચાયતમાંથી રાજીનામું આપી અને ચંદ્રપુર ગામના સરપંચ પદનો હોદ્દો ચાલુ રાખ્યો હતો તેઓ આજે ફરી એકવાર ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના હોદ્દેત પરથી દૂર થયા છે અહીં એ પણ નોંધવું જોઈએ કે તેઓ આ પૂર્વે પણ એક પાઠ સરપંચ રહી ચૂક્યા હતા ત્યારે પણ તેઓની ટમ પૂરી થઈ ન હતી

વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની ચંદ્રપુર ગ્રામ પંચાયતનું આજે રાજ્ય સરકાર દ્વારા વિભાજન કરીને ચંદ્રપુર અને ભાટીયા એમ બે ગ્રામ પંચાયતની રચના કરવાની જાહેરાત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કરતાં હાલ ચાલુ ચંદ્રપુર ગ્રામ પંચાયતબે સુપરસિડ કરીને સરપંચ, સભ્યો સહિતની બોડીને રદ કરી બંને જગ્યાએ વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે…

આ સાથે જ તાત્કાલિક અસરથી સરકારે વર્તમાન સરપંચ, સભ્યો સહિતની બોડીને રદ કરી બંને ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી માટે વહિવટદારોની નિમણૂક કરી છે, જેમાં ચંદ્રપુર ગ્રામ પંચાયતના વહીવટ માટે સર્કલ શેરસીયા અને ભાટીયા ગ્રામ પંચાયતના વહીવટ માટે સર્કલ ભીલની વહિવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે…

આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા બંને ગ્રામ પંચાયતના સિમાંકનની કામગીરી હાથ ધરી નવી ગ્રામ પંચાયતની રચના કરી બંને ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર કરવામાં આવશે, ત્યાં સુધીમાં બંને જગ્યાએ વહિવટદારો દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવશે… વર્તમાન પરિસ્થિતિ જોતા આ બંને ગ્રામ પંચાયતની ચૂંટણી વિધાનસભા ચૂંટણી બાદ થઈ શકે તેવું લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરીને ભાટિયા નવી ગ્રામ પંચાયતની રચના માટે ચંદ્રપુર ગામના પીઢ રાજકીય અગ્રણી જલાલભાઈ શેરસીયા અને તેમના સાથીઓ મહેનત કરી રહ્યા હતા આજે તેમની મહેનતનું ફળ મળી ગયું છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ ઇસ્માઈલભાઈ તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા હતા ત્યારે તેઓએ તાલુકા પંચાયતમાંથી રાજીનામું આપી અને ચંદ્રપુર ગામ પંચાયતના સરપંચ પદનો હોદ્દો ચાલુ રાખ્યો હતો, તેઓ આજે ફરી એકવાર ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના હોદા પરથી દૂર થયા છે અહીં એ પણ નોંધવું જોઈએ કે તેઓ આ પૂર્વે પણ સરપંચ રહી ચૂક્યા હતા ત્યારે પણ તેઓની ટમ પૂરી થઈ ન હતી…!!

આ સમાચારને શેર કરો