Placeholder canvas

વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમણીનું નિધન

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયેલ છે.

જ્યોત્સનાબેન સોમાણીને 2002મા ભારતીય જનતા પાર્ટીએ વાંકાનેર વિધાનસભાની બેઠકની ટિકિટ આપીને ધારાસભાની ચૂંટણી મેદાનમાં ઉતારીયા હતા, તેઓ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા સામે ચૂંટણી લડીને ચૂંટણી જીતીને વાંકાનેરના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા હતા. તેઓ એ તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં પોતાના વિસ્તારના વિકાસ અને લોકોના કામો સતત કરતા રહ્યા અને બીજી ટર્મ માટે પણ ભાજપે તેમને ટિકિટ આપી પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા હતા.

જીતુભાઈ સોમાણી 1995-96થી સક્રિય રાજકારણમાં છે, જ્યોત્સનાબેન જીતુભાઈના દરેક કામકાજ અને ચૂંટણીમાં હમેંશા સાથે રહયા છે. તેઓ ઘર તો સંભાળી લે પણ રાજકારણમાં પણ પોતાની જવાબદારી ખૂબસારી રીતે નિભાવતા રહયા હતા. તેટલું જ નહીં પણ જીતુભાઈનો દરેક બોલ સરમાથા પર ચડાવતા રહયા. તેવો લાગણીસીલ અને ખૂબ સરળ સ્વભાવના ધણી હતા.

તેવોનું ટૂંકી બીમારી બાદ અવસાન થયેલ છે, છેલ્લે તેઓ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યાં તેમને આખરી શ્વાસ લીધો. જ્યોત્સનાબેન સોમણીના નિધનના સમાચારથી સોમણી પરિવાર, રઘુવંશી સમાસજ અને વાંકાનેરમાં દુઃખદ લાગણી ફેલાઇ ગઇ છે.

આ સમાચારને શેર કરો