Placeholder canvas

વાંકાનેર: ગ્રીનચોકમાંથી વરલી ફીચરના આંકડા લખતા એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર : ગ્રીન ચોક ખાતેથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતા એક શખ્સ ને રંગેહાથ ઝડપી પાડી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના ગ્રીન ચોક ખાતેથી જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા હનીફભાઇ બચુભાઈ ભટ્ટી (ઉ.વ. ૬૨, રહે. સિપાઈ શેરી નં -૨, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 11,600 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો