મતદાર યાદીમાં નોંધણી માટે ચાર તારીખો નક્કી કરવાની ચૂંટણી પંચની દરખાસ્ત

  • સૂચિત તારીખો 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર છે
  • કેબિનેટમાં આ દરખાસ્ત સાથે સુધારણા પ્રસ્તાવ
  • ચૂંટણી પંચે મતદાર તરીકે નોંધણી માટે એક કરતા વધુ તારીખો નક્કી કરી
  • અત્યાર સુધી 1 જાન્યુ, જ નક્કી હતી તારીખ

યુવાઓએ વર્ષ સુધી મતદાર નોંધણી માટે હવે રાહ જોવી નહીં પડે.ચૂંટણી પંચે મહત્વનુ એલાન કરી દીધું છે. મતદાર યાદીમાં નોંધણી માટે ચાર તારીખો નક્કી કરવાની દરખાસ્ત છે. સૂચિત તારીખો 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર છે. કેબિનેટમાં આ દરખાસ્ત સાથે સુધારણા પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે મતદાર તરીકે નોંધણી માટે એક કરતા વધુ તારીખો નક્કી કરવા દબાણ કરી રહ્યું છે. અત્યાર સુધી, કોઈપણ વર્ષમાં યોજાનારી ચૂંટણીઓ માટે, ચૂંટણી વર્ષની 1 જાન્યુઆરીએ અથવા તે પહેલાં 18 વર્ષની થઈ ગયેલી વ્યક્તિનું જ નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવે છે.

ચૂંટણી પંચે સરકારને કહ્યું હતું કે 1 જાન્યુઆરીએ મતદાર યાદીમાં નામ નોંધણી અથવા સામેલ કરવાની તારીખ ઘણા યુવાનોને ચૂંટણીમાં ભાગ લેવાથી વંચિત રાખે છે. હાલમાં માત્ર એક જ તારીખ નક્કી થવાને કારણે 2 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા યુવાનો રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી. તેથી, જે વ્યક્તિ 1 જાન્યુઆરી પછી 18 વર્ષની થાય છે, તેણે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડે છે. કાયદા મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું કે ‘લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14 – B માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે’. જેમાં મતદાર યાદીમાં નોંધણી માટે ચાર તારીખો નક્કી કરવાની દરખાસ્ત છે.

સૂચિત તારીખો 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર છે. કેબિનેટમાં આ દરખાસ્ત સાથે, ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા કેટલાક અન્ય મહત્વપૂર્ણ ચૂંટણી સુધારણા પ્રસ્તાવો તૈયાર કર્યા છે. કાયદા અને કર્મચારી મંત્રાલય પરની સંસદીય સ્થાયી સમિતિએ લોકસભામાં ‘કાયદા અને ન્યાય મંત્રાલયને લગતી અનુદાન માટેની માંગણીઓ માટેની સમિતિના 107માં અહેવાલ પર લેવાયેલી કાર્યવાહી પર તેનો 109મો અહેવાલ રજૂ કર્યો છે. સંસદીય સમિતિએ અહેવાલમાં તેના અગાઉના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેણે દેશમાં સામાન્ય મતદાર યાદી બનાવવાની તેની ભલામણનો પુનરોચ્ચાર કર્યો હતો. સમિતિએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ અંગે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે.

આ સમાચારને શેર કરો