માળીયા:મોટાભેલા ચમનપરને જોડતો પુલ પાંચ મહિનામાં ખખડધજ બન્યો

By કાસમ સુમરા-માળીયા
માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ચમનપર ગામને જોડતો પુલ પાંચ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો, જે પુલ પર ખાસ કરીને દ્રિચક્રીય અને નાના વાહનોની અવરજવર રહે છે.

આ પુલ પહેલા બેઠા કોઝવે તરીકે વર્ષોથી હતો, મોટાભેલા ચમનપર, વવાણીયા, નાનાભેલા જેવા ગામોને ચોમાસા દરમિયાન આ કોઝવે ચાલુ વરસાદે પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. છેલ્લા પાંચ મહિના પહેલા આ કોઝવેને પુલનું નિર્માણ થતાં આ રસ્તા ને જોડતા ગામોમાં ખુશી જોવા મળી હતી.

આ પુલને નવો બન્યાને હજી પાંચ મહિના જેટલો સમય થયો છે ત્યારે પુલ પર લોખંડ ના સળીયા બહાર નિકળી આવ્યા છે અને વચ્ચે ના ભાગે રીતસરની તીરાડ પડી જતાં પુલને જોડતા ગામોમાં કામની ગુણવત્તા જોઇને કચવાટ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો