Placeholder canvas

Breking news : વાંકાનેર પંથકમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળી ગયા…

વાંકાનેર: હમણાં ઘણા સમયથી દરરોજ લગભગ કયાંને કયાંક ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાની આસપાસ વાંકાનેર પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો અને આ આંચકાની અમુક જગ્યાએ વધુ તીવ્રતા હતી લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર નીકળી ગયા હતા.

વાંકાનેર પંથકના અલગ અલગ ગામોમાંથી મળેલી માહિતી મુજબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં અમુક ગામોમાં જે લોકો સુતા હતા તેમને ભૂકંપનો અહેસાસ થયો નથી પણ જે લોકો જાગતા હતા તેવો ભૂકંપ આવ્યો હતો એવું કહી રહ્યા છે. જ્યારે નેશનલ હાઇવે પરના મહીકા ગારીડા સમઢીયાળા વગેરે ગામોમાં તો વધુ તીવ્રતા નો અહેસાસ થયો હતો અને લોકો ઊંઘમાંથી ઊઠીને રીતસર ઘરની બહાર નીકળી ગયા હતા.

જ્યારે અમુક ગામમાં તો લોકો સૂતા હતા તેમને કોઈ પણ પ્રકારનો અહેસાસ થયો નહોતો ભૂકંપ આવ્યાની ખબર પણ નહોતી. આ ભૂકંપના આંચકાએ 26 જાન્યુઆરીએ ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપની યાદ અપાવી દીધી, લોકોને ભય સતાવી રહ્યો છે કે હજુ વધુ હુકમ તો નહીં આવે ને ?

આ સમાચારને શેર કરો