Placeholder canvas

ફરી ગુજરાતમાં વરસાદના રાઉન્ડની આગાહી, ત્રણ દિવસ ધમધોકાર…

રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાય તેવી ફરી એક વાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરાઈ છે. હવામાન વિભાગે 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.

અરબ સાગરમાં આવેલા ટ્રફને લીધે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, તમને જણાવી દઈએ કે, આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. સાથો સાથ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. વધુમાં કે, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.

આ સમાચારને શેર કરો