હળવદ હાઈવે પર ટ્રેલરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ હાઈ-વે પર સવારના ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલાક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.ધટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો તો ધટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળેલ વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તારમાં રહેતા યશભાઈ જેન્તીભાઈ કણઝારીયા નામનો યુવાન પોતાનું બાઇક લઇને હળવદ-માળીયા હાઈ-વે પર આવેલ જૂની એસબીઆઈ બેન્ક પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ધ્રાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રેલર ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો. જેથી ટ્રેલરનું ટાયર યુવાનના માથા પર ફરી વળતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવને પગલે હાઈ-વે પર એકાદ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ધટનાની જાણ થતા `૧૦૮ હળવદ ની ટીમ અને હળવદ પોલીસ પણ દોડી આવીને મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો તો ધટનાને પગલે ટ્રાફિકજામ સર્જાતા પોલીસે ટ્રાફિક ક્લીયર કરવાયો હોય અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો અકસ્માત સર્જી ટ્રેલરચાલક ટ્રેલર મૂકી નાસી છૂટયો હતો.

આ સમાચારને શેર કરો