Placeholder canvas

‘ડાયરિયા’ને હળવાસથી ન લેશો, આ ગંભીર બીમારી જીવલેણ પણ બની શકે છે.

ચોમાસાની સિઝનમાં પાણીજન્ય બીમારીઓના ફેલાવવાનો ખતરો વધી જાય છે. તેમાંથી એક બીમારી છે ડાયેરિયા. ડાયેરિયા ગંદા પાણીના કારણે થાય છે. જે થોડા બેદરકારીના કારણે જીવલેણ બની શકે છે. તેનાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. નાના બાળકોમાં ડાયેરિયાની બિમારી ખૂબ ખતરનાક હોઈ શકે છે. કારણ કે આ બાળકોને એક દિવસમાં જ વધારે કમોજોર કરી નાંખે છે. ભારતમાં જન્મના પાંચ વર્ષ સુધી બાળકોમાં મોતનું સૌથી મોટુ કારણ ડાયેરિયા છે.

ડાયેરિયાના પ્રમુખ લક્ષણોમાં વારંવાર મળ ત્યાગ કરવું, ઝાડા ખૂબ પાતળા થવા, રોગીના પેટના નીચેના ભાગમાં દુખાવો અને બેચેની રહેવી મુખ્ય કારણ છે. બીમારી વધવા પર આંતરડામાં મરોડ કે પેટના નિચેના ભાગમાં ખૂબ દુખાવો પણ થઈ શકે છે. ડાયેરિયા જલ્દી કાબુમાં ન આવે તો ડિહાઈડ્રેશનની સ્થિતિ પેદા થઈ શકે છે. તેનાથી દર્દી કમજોરી અનુભવી શકે છે. એવી સ્થિતિમાં તાવ આવવો સામાન્ય વાત છે.

તાત્કાલિક સારવાર જરૂરી
શરીરમાં પાણીની સાથે વિટામિન્સની વધારે કમી થવાથી દર્દીઓ બેભાન થઈ શકે છે અને સ્થિતિ જીવલેણ થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO અનુસર જો દિવસમાં ત્રણથી વધારે વધત પાણીની સાથે વધારે પ્રમાણમાં મળત્યાગ થઈ રહ્યું છે તો આ ડાયેરિયાના લક્ષણ છે. ડાયેરિયામાં રોગીના શરીરમાં પાણીની વધારે કમી થઈ જાય છે. જેનાથી તમારૂ શરીર કમોજર થઈ જાય છે. તેના બાદ શરીરમાં સંક્રમણ ફેલવાનો ખતરો વધી જાય છે. યોગ્ય સમય પર યોગ્ય સારવાર ન થવા પર રોગીનો જીવ પણ જઈ શકે છે.

ડોક્ટરોનું શું કહેવું છે.
ડોક્ટરોના મત અનુસાર ત્રણ પ્રકારના વાયરસથી ડાયેરિયાનું સંક્રમણ ફેલાય છે. “નોરો-વાયરસ” અને ‘રોટા-વાયરસ’ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધારે સંક્રમિત કરે છે. ડાયેરિયાથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સ્વસ્થ્ય જીવન-શૈલી જરૂરી છે. શરીરમાં પાણી અને મીઠાની કમીને દૂર કરવી ડાયેરિયાની સૌથી યોગ્ય ઘરેલુ સારવાર છે. તેના માટે ઓઆરએસ અને ઝિંકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ તેલ-મસાલા વાળું ભોજન ખાવાનું ટાળવું જોઈએ. ડાયેરિયા થવા પર પહેલા બે દિવસ સુધી બાળકોને ફળ, કેફિનયુક્ત પદાર્થ, દૂધ અને વસાયુક્ત ભોજન આપો. કેળા, ચોખા, સફરજનનો મુરબ્બો અને ટોસ્ટનું મિશ્રણ જેને બ્રાટ કહે છે. તેના સેવનથી ડાયેરિયામાં આરામ મળે છે. રોગીની દેખરેખ બાદ પોતાના હાથ અને ઉપયોગમાં લાવેલી વસ્તુઓને સારી રીતે સાફ કરો.

નોંધ :-
અહીં અપડેટ થયેલ આ લેખ તબીબી રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ અપડેટ (પ્રસિદ્ધ) કરેલ છે. આવી પરિસ્થિતિમાં ડોકટર સલાહ લેવી વધુ હિતાવહ છે.

આ સમાચારને શેર કરો