Placeholder canvas

વાંકાનેર: દિપડો પાછો જલસીકા પહોંચ્યો, બે વાછરડાનું કર્યું મરણ…

By kuldip Dangar
વાંકાનેર દીપડાને પણ હવે વાંકાનેર તાલુકો માફક આપી ગયો હોય એવું લાગે છે લગભગ એકાંતરે દીપડો કોઈને કોઈ જગ્યાએ દેખાડે છે અને કંઈક મરણ કરે છે હજુ હમણાં જ સુધી ગાયત્રી મંદિર આસપાસ નો વિસ્તાર ધમરોડ તો દીપડો ગત રાત્રે ઝાંસીકા ગામની સીમમાં દેખાતી હતી અને બે વાછરાળાનું મરણ કર્યું હતું.

ગત રાત્રે 11:30 વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં હેમંતભાઈ મેંણદભાઈની વાડીએ અચાનક એક દીપડો વાડીમાં આવી જતાં ખેડૂત હેમતભાઈ જોઈ જોતાં રાત્રે લાઇટ કરતાં દીપડો દૂર ભાગી જઈને પશુઓ બાધેલ હતા ત્યાં જઈને 2 વાછરડુનું મારણ કરેલ અને બાજુમાં અન્ય પશુઓ પણ બાધેલ હતા તે ખીલેથી તોડાવીને ભાગી જતાં અન્ય પશુઓ બચી ગયા હતા.

હેમતભાઈ ડાંગર નું કહેવું એવું છે કે આ બે વાછરડાના મારણથી દુજણી ગાયું દોહવા પણ આપશે નહીં. બે મહિના પહેલા પણ એક ગાયનું દીપડાએ મારણ કરેલ જેમાં અમોને Rs.45,000 ની નુકશાની થઈ હતી પરંતુ વળતર પેટે અમોને માત્ર Rs.3500 મળેલ છે. તો આ સ્થાનિક પ્રશાસનનો અમોએ તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવા છતાં આ અંગે કોઈ પગલાં હજુ સુધી લેવાયેલ નથી. તો તંત્ર આખરે જાગશે ક્યારે? આ અંગે ફોરેસ્ટ વિભાગ અને વહીવટી તંત્ર તાકીદે પગલાં લે એવી અરજ કરી છે.

આ સમાચારને શેર કરો