Placeholder canvas

વાંકાનેર નગરપાલિકામાં વોર્ડવાઈઝ 2-2 લોકપ્રતનિધિઓની નિમણુંક કરવાની સકીલ પીરઝાદાની માંગ

લોકપ્રતિનિધિ નિમણૂકો જે-તે વોર્ડનાજ સ્થાનિક, શિક્ષિત અને યુવાન નાગરિકોની પસંદગી કરવામાં આવે, તેમજ લોકપ્રતિનિધિ તરીકે 50% મહિલાઓને સ્થાન આપવામાં આવે. -સકીલ પીરઝાદા

સરકારશ્રીના નવા નિર્ણય પ્રમાણે નગરપાલિકા વિસ્તારમાં લોકોને વધુમાં વધુ સુવિધા મળે અને તેમના પ્રશ્નોનું સારામાં સારી રીતે નિરાકરણ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા દરેક નગરપાલિકા વિસ્તારમાં લોક ફરિયાદ નિવારણ માટે વોર્ડવાઈઝ 2-2 લોકપ્રતિનિધિ નીમવાનો નવતર પ્રયોગ કરવા નિર્ણય કરાયો છે. જેઓ તેમના વિસ્તારના પ્રશ્નો નગરપાલિકા કચેરીમાં સંબંધિત વિભાગોને પહોંચાડશે અને તેનું નિરાકરણ ન થાય ત્યાં સુધી મોનિટરીંગ કરશે,

હાલ મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં વાંકાનેરના નાગરિકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ નથી.વાંકાનેર નગરપાલિકાનું ગુજરાત સરકાર દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે, એટલેકે વાંકાનેર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી છે.જેના હુકમમાં ઘણા બધા કારણો પૈકી એક કારણ એ દર્શાવાયુ છે કે વર્ષ 2013 થી 2022 સુધીમાં વાંકાનેર નગરપાલિકાને રૂ. 53 કરોડ 92 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી, તે પૈકી માત્ર રૂ. 10 કરોડ 32 લાખ જેટલી રકમ વપરાઈ હતી. જ્યારે રૂ. 43 કરોડ 59 લાખ જેવી ગ્રાન્ટની રકમ વપરાયા વગર પડી રહી હતી અને તે કારણે વાંકાનેર શહેરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરના કામો થયા નથી.

ગુજરાત સરકારના ઉપરોક્ત સુપરસીડ હુકમથી સપષ્ટ થાય છે કે વાંકાનેર શહેરમાં લાઇટ, પાણી, રસ્તા, ગટરના કામો જે પ્રમાણે પાછલા 9 વર્ષોમાં સરકારશ્રીએ ગ્રાન્ટ ફાળવી હતી તે પ્રમાણે થયા નથી.

સરકારશ્રીના નિર્ણય અનુસાર વાંકાનેરના દરેક વોર્ડમાંથી 2-2 લોકપ્રતિનિધિ નીમવાના થતા હોઈ આ નિમણૂકો બાબતે સરકારશ્રીની ગાઈડલાઇનનુ પાલન કરવામાં આવે તથા સ્થાનિક જે-તે વોર્ડનાજ શિક્ષિત અને યુવાન નાગરિકોની પસંદગી કરવામાં આવે, તેમજ લોકપ્રતિનિધિ તરીકે 50% મહિલાઓને સ્થાન આપવામાં આવે તેવી સકીલ પીરઝાદાએ રજૂઆત પ્રાદેશિક કમિશનર,નગરપાલિકાને કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે…વાંકાનેર નગરપાલિકા સુપરસીડ હોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેહજરીમાં, નગરપાલિકા વિસ્તારમાં લોકોને વધુમાં વધુ સુવિધા મળે અને તેમના પ્રશ્નોનું સારામાં સારી રીતે નિરાકરણ થાય તેવી કામગીરી, સરકારશ્રી દ્વારા નિમાયેલા આ લોકપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેવી આશા રાખુ છું,

આ સમાચારને શેર કરો