Placeholder canvas

આગામી તા.12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા


આગામી તા. 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે.

વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે.

જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો