Placeholder canvas

એફ્પોએ મનરેગા યોજના કામદારોમાં ઠંડી છાસ વિતરણ કરી વિવિધ યોજનાઓની માહિતી આપી.

ટંકારા: મનરેગા યોજના કામદારો માટે ઠંડી છાસ વિતરણ કરી વિવિધ યોજનાઓ વિશે વાકેફ કરતા એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટના ફિલ્ડ ફેસીલિલેટરો

ટંકારા તાલુકાના ધુનડા ખાનપર તથા નેસડા ખાનપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉડા ઉતારવા જેથી પાણીનો વધુ સંગ્રહ કરી શકાય તેમજ ગામના લોકોને સ્થાનિક રોજગારી મળે એવા આશ્રયથી સરકાર કાર્ય કરે છે જેમા ટંકારા તાલુકા પંચાયતના અધિકારી હર્ષવર્ધન જાડેજા, કર્મચારી રફિક કડીવાર, મહેશ સારેસા સહિતના ખુબ ખંતથી કામ કરતા હોય ટંકારા એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો દ્વારા આ કાળઝાળ ગરમીમાં શીતળતા આપે અને ડિહાઇડ્રેશનથી બચાવ થાય એ માટે મનરેગાના કામના સ્થળે પહોંચી ઠંડી ઠંડી છાસ વિતરણ કરી હતી. ઉપરાંત બીસીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી.

આ સમાચારને શેર કરો