Placeholder canvas

ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો

રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના અંગેની નવી માર્ગદર્શિકાનો ચુસ્તપણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય અધિકારીને આદેશ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી.બંને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધેલા છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે. સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી દેવાયા છે.

દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે.

આ સમાચારને શેર કરો