Placeholder canvas

વાંકાનેર: કાશીપર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ…

વાંકાનેર: આજે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો કવિતા દવે અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કાશીપર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

જેમાં શાળાના કુલ 208 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 4 થી 8 ના કુલ મળીને 49 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ..

આ સમગ્ર કાર્યક્રમ RBSK ટીમ જેમાં ડો.વિશાલ શિલું, ડો.બંશી થોરિયા , નસરુલા ભોરાનિયા તથા HWC- કાછિયા ગાળાના સ્ટાફ CHO તથા PHC દલડીના સુપરવાઈઝર રાયધનભાઇ તથા સ્કૂલના આચાર્ય જીવણ ભાઇ સાબળીયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ તથા કાર્યક્રમના અંતે બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો