કેશાેદ: જનસેવા કેન્દ્રમાં 10 નાે સિક્કાે સ્વિકારવાની ના પાડતા ફરિયાદ
રિપોર્ટર:- મયુરી મકવાણા જૂનાગઢ
કેશાેદ મામલતદાર જન સેવા કેન્દ્ર દ્વારા શૈક્ષણિક હેતુ પ્રમાણપત્ર મેળવવા 10 નાે સિક્કાે સ્વિકારવાની ના પાડતા વાલીએ મામલતદારને ફરીયાદ કરી બેંક સામે પગલાં ભરવા માંગ કરી.
કેશાેદ: મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીનીના શૈક્ષણિક હેતુંસર દાખલાે લેવા જતી વખતે કચેરી દ્વારા સેવા શુલ્ક પેટે લેવાતાં નાણામાં 10 નેેા સિક્કાે નહીં સ્વિકારાતાં વાલીએ મામલતદારમાં લેખિત ફરીયાદ કરી હતી. પ્રાપ્ત વિગતાે અનુસાર કેશાેદના રહેવાસી ગાેરધનભાઇ વાછાણી પાેતાની બહારગામ અભ્યાસ કરતી પુત્રી માટે શૈક્ષણિક આર્થીક પછાતનાે દાખલાે મેળવવા મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્ર ખાતે ગયાં હતાં.
જયાં દાખલાે મેળવતી વખતે કચેરી દ્વારા લેવામાં આવતા સેવા શુલ્ક ફી માં 10 ની કિંમતનાે સિક્કાે ન સ્વિકારાતાં મામલતદારમાં માૈખિક ફરીયાદ કરી હતી. સ્ટાફ દ્વારા જાણવા મળ્યું કે એસબીઆઇ બેંક 10 નાે સિક્કાે સ્વિકારતી નથી.
જેથી મામલતદારેે બેંક મેનેજર સાથે ફાેન પર વાત કરતાં જાણવા મળ્યું કે બેંક પણ 10 નાે સિક્કાે સ્વિકારવાની ના ન પાડી શકે આમ આ સમગ્ર ઘટનામાં અરજદારે સરકારી કચેરીઓ વચ્ચેના વહિવટમાં સિક્કાે સ્વિકારવાે કે ન સ્વિકારવાે તેમાં ન પડી મામલતદારને બેંક સામે પગલાં ભરવા લેખીતમાં અરજ કરી છે.
જુઓ વિડિયો…
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…