ઉત્તર રેલવેનો 90 દિવસનો મેગા ટ્રાફિક બ્લોક, ગુજરાતની કેટલી ટ્રેનો રદ થઈ જાણવા વાંચો.

ભારતીય રેલવેની રૂટિન કામગીરીના અનુસંધાનમાં ઉત્તર ભારતમાં 90 દિવસનો મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોકના કારણે ગુજરાતની ચાર ટ્રેનોને અસર થશે. 15 નવેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી ચાલનારા આ મેગા બ્લોકાના લીધે ગુજરાતમાંથી આવન જાવન કરતી બે ટ્રેનો રદ રહેશે જ્યારે બે ટ્રેનો આંશિક રદ રહેશે.

મળેલ માહીતી મુજબ આ મેગા બ્લોક ઉપરાંત અજમેર- પાલનપુર રેલ સેક્શન પર ટ્રેકને ડબલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે પણ કેટલીક ટ્રેનો રદ થઈ છે. ડબલિંગની કામગીરીના કારણે 4 ટ્રેનો આંશિક રૂપે રદ થઈ છે જ્યારે 12 ટ્રેનના માર્ગ પરિવર્તન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદથી આવનજાવન કરતી કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.

ગુજરાતમાંથી આવનજાવન કરતી ઓખા-દહેરાદુન, ઉતરાંચલ ઍક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે, એવી જ રીતે દહેરાદુનથી ઓખા આવતી ટ્રેન પણ રદ કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ-હરિદ્વાર યોગા ઍક્સપ્રેસ મેરઠ-હરિદ્વારની વચ્ચે રદ કરવામાં આવી છે. જયારે હરિદ્વારથી અમગદાવાદ આવતી યોગા ઍક્સપ્રેસ પણ હરિદ્વારથી મેરઠ સિટીની વચ્ચે રદ કરવામાં આવી છે.

અજમેર પાલનપુર ટ્રેક ડબલિંગના કારણે પ્રભાવિત ટ્રેનો

આગામી 12મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અજમેર-પાલનપુર રેલવે સેક્શન પર ડબલિંગની કામગીરીના કારણે 12 ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોમાં અમદાવાદ-સુલતાનપુર-અમદાવાદ ઍક્સપ્રેસ, અમદાવાદ-અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી, અમદાવાદ-કોલકાત્તા-અમદાવાદ ઍક્સપ્રેસ, અમદાવાદ આગ્રા કેન્ટ ઍક્સપ્રેસ, ગ્વાલિય- અમદાવાદ ઍક્સપ્રેસ, બરેલી-ભુજ-બરેલી ઍક્સપ્રેસ, મહેસાણા-આબુ રોડ પેસેન્જર ડેમું ટ્રેન રદ રહેશે. જ્યારે વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ ઍક્સપ્રેસ એક કલાક મોડી ચાલશે અને કોલકાત્તા- અમદાવાદ ઍક્સપ્રેસ સમય કરતા 35 મિનીટ મોડી ચલાશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો