Placeholder canvas

વાંકાનેર: કણકોટ અને આગાભી પીપળીયા ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર !!

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કંઈક કંઈક નવું નવું સામે આવી રહ્યું છે. આજે વાંકાનેર તાલુકાના કણકોટ અને આગાભી પીપળીયા ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવી દેખાવ કર્યો હતો.

આ ગામના લોકોની માંગણી છે કે બેડી-કણકોટ રોડ બેડી થી ખોરાણા સુધીનો રોડ સ્ટેટ હાઇવેમાં લઈ લેવામાં આવ્યો છે, જ્યારે ખોરાણા થી કણકોટ સુધીનો 9 કિલોમીટરનો રોડ સ્ટેટ હાઇવેમાં લેવામાં આવ્યો નથી. આ રસ્તાની હાલત પણ ખૂબ જ ખરાબ છે આ બાબતે ગુજરાત સરકારમાં લેખિત તેમજ મૌખિક અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો નિવેળો આવ્યો ન હોવાથી તમામ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

જો તેમના આ પ્રશ્નોનું નિવેળો નહીં આવ્યો તો આ બંને ગામ ચૂંટણીની તમામ પ્રક્રિયાથી દૂર રહેશે અને કોઈ પણ વ્યક્તિ મતદાન નહીં કરે તેવી જાહેરાત કરેલ છે. આવી જાહેરાત થતા વાકાનેરના વહીવટી તેમજ ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોઈ પણ ભોગે લોકોને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો