વાંકાનેર: કુવાડવા પંથકમાં ‘આપ’ને મળતું લોકસમર્થન, વિક્રમ સોરાણીનું ઠેરઠેર સ્વાગત
વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીમાં 67 વાંકાનેર કુવાડવા બેઠકના પરિણામ પર અસર કરતા એવા કુવાડવા વિસ્તારમાં આપને જબ્બર લોક સમર્થન મળી રહ્યું છે અને ઠેર ઠેર વિક્રમસોરાણીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

વિક્રમ સરાણીએ કુવાડવા પંથકના તમામ ગામોનો પ્રવાસ પૂરો કરી લીધો છે અને તેમને દરેક ગામમાંથી ખૂબ જ લોક આવકાર મળ્યો છે, તેમનું દરેક ગામડામાં સ્વાગત કરવામાં આવતું હતું. આ ગામડાના લોકો સ્વયંભુ આપ સાથે જોડાઈ ગયા છે અને તેઓએ મનોમન નક્કી કરી લીધું છે કે હવે એક મોકો ‘આપ’ને આપવો જોઈએ.

કુવાડવા પંથકમાં ભારે લોક સમર્થન મળ્યા બાદ 67 વાંકાનેર કુવાડવા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીએ હવે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ ચાલુ કરી દીધો છે. વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેમને લોક આવકાર મળી રહ્યો છે.
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો. https://www.facebook.com/kaptaannews
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

