Placeholder canvas

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચકાજામ: વાહનોની લાંબી કતારો લાગી…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ભારે વરસાદના પગલે વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે લીંબડી પોલીસ અને આર એન્ડ બીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ટ્રાફિક પુન: કાર્યરત કરાતા વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો. જેમાં લીંબડી હાઇવે પર સીક્સલેન રોડની કામગીરીને કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.

લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના લીધે હાઇવે પર રોડની બન્ને સાઈડ અંદાજે દશ-બાર કીલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં છેલ્લા દશ કલાક કરતા પણ વધુ વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર અનેક નાના-મોટા વાહનચાલકો લાંબી કતારોમાં ફસાતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે લીંબડી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ ચક્કાજામ થતા આરએન્ડબી વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તાકીદે હાઇવે ખાતે દોડી જઇ કપચીઓ નાખી હાઇવે પુન: કાર્યરત કરી ધમધમતો કરતા ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.

આ સમાચારને શેર કરો