Placeholder canvas

એકજ પરિવારના ત્રણ વ્યક્તિ ઉપર વીજળી પડતા, એકનું મોત, બે ઘાયલ.

અબડાસા: ચ્છમાં વરસાદી વાતવરણ વચ્ચે આજે અબડાસા તાલુકાના સૂડધ્રો મોટી ગામે વીજળી પડ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામનો ખેડૂત પરિવાર આજે મંગળવાર બપોરે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે, અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. ત્રણ વ્યક્તિ ઉપર વીજળી પડતા એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તો બે લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. ઘવાયેલા બન્ને વ્યક્તિને નલિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અબડાસા તાલુકાના સુડધ્રોમોટી ગામમાં પોતાના ખેતરમાં વાડ કરવા ગયેલા કેર પરિવાર ઉપર આકાશી વીજળી પડતાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતાં. મળેલી માહિતી મુજબ વીજળી આજે બપોરે 12.15વાગ્યાની આસપાસ પડી હતી જેમાં 48 વર્ષીય ઈભરામ ઓસમાણ કેરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે 19 વર્ષીય કાસમ ઈભરામ કેર અને 18વર્ષીય અલ્તાફ રમજાન ચૌહાણ બંને ઈજાગ્રસ્તોને નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવના પગલે આરોગ્ય કેન્દ્રમાં સમાજના આગેવાનો મદદ માટે દોડી ગયા છે.

આ સમાચારને શેર કરો