skip to content

જુનમાં જ ગુજરાતનાં તમામ તાલુકામાં વરસાદ થઈ ગયો

ચોમાસા પુર્વે ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાનો પ્રભાવ પડયો હોય તેમ દેશના 80 ટકા ભાગોમાં ચોમાસાના શ્રીગણેશ થઈ ગયા છે.ગુજરાત પણ કવર થઈ ગયુ છે. ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતનાં તમામે તમામ તાલુકાઓમાં ચોમાસાનાં પ્રારંભે-જુનમાં જ વરસાદ થઈ ગયો છે. એકપણ તાલૂકો વરસાદ વિનાનો કોરો નથી. સામાન્ય રીતે અનેક તાલુકાઓ મધ્ય જુલાઈ સુધી કોરા રહી જતા હોય છે.ગુજરાતમાં ચોમાસાની સતાવાર એન્ટ્રીને માંડ 48 કલાક જ થયા છે પરંતુ તે પૂર્વે ગત સપ્તાહમાં વાવાઝોડાની અસરે સાર્વત્રીક વરસાદ થયો છે હવે ચોમાસુ સમયસર બેસી જવા સાથે વરસાદ પણ વરસવા લાગતા તમામ તાલુકાઓમાં પાણી વરસી ગયુ હોવાનું હવામાન ખાતાના સતાવાર રીપોર્ટમાં જણાયું છે.

રાજયમાં 74 તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. 85 તાલુકામાં 2 થી 5 ઈંચ, 66 માં 5 થી 10 ઈંચ, અને 26 તાલુકામાં 10, ઈંચથી વધુ વરસાદ થયો હતો. રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ 117.93 મીમી વરસાદ નોંધાયો છે જે સીઝનનો 13.45 ટકા થવા જાય છે. દરમ્યાન ગુજરાતમાં મેઘમહેર સતત ચાલુ રહી હોય તેમ છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયનાં 60 ટકા ભાગોમાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાના જીલ્લાઓમાં જોર વધુ હતું.

વાંકાનેરમાં વરસાદ કેટલો પડ્યો ?

ગઈ કાલે પડેલ વરસાદ = 17mm (0.66 ઇંચ)

આગળ પડેલ વરસાદ = 115mm (4.52 ઇંચ)

કુલ પડેલ વરસાદ = 132mm (5.19 ઇંચ)

આ સમાચારને શેર કરો