Placeholder canvas

ગ્રામસેવકની ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટેનો પરિપત્ર રદ કરવાની BRSના વિદ્યાર્થીની માંગ

વાંકાનેર તાલુકાના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તા.૧૧.૦૧.૨૦૨૨ના નોટિફિકેશન જાહેર થયું છે જેમાં ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે.

કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને brs ના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ‘ગ્રામસેવક’ પુરતી જ રોજગારીની તક રહેલી છે તેમજ વર્ગ-૩ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે,જ્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર) વગેરેને એગ્રીકલ્ચર ઓફીસર,વિસ્તરણ અધિકારી ખેતી,બાગાયત વિભાગમાં જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના પૂરતી તકો રહેલી છે. તેમજ એ તમામ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસક્રમો અને brs ને લાયક ગણવામાં નથી આવી રહ્યા.

ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ઉચ્ચ ડિગ્રીઓ સાથે ડિપ્લોમા અને brsની સ્પર્ધા કરાવવી એ ગ્રામસેવક ભરતી નિયમોમાં ડિપ્લોમા અને brsનો સમાવેશ ન બરાબર છે,

સબંધિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીત ન થાય તે માટે અગાઉ તારીખ:૧૭.૦૭.૨૦૨૧ ના રોજ તેમજ ૨૭.૧૨.૨૦૨૧ ના રોજ અનેક આવેદનપત્રો દ્વારા તેમજ ૨૭.૧૨.૨૦૨૧ ના રોજ પંચાયત મંત્રીશ્રી,મુખ્યમંત્રી શ્રી,કૃષિ મંત્રીશ્રી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી હતી,તેમ છતાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે.

આમ છતાં ડિપ્લોમા અને brs ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના સંગઠનો દ્વારા દરેક જિલ્લાઓમાં આવેદનપત્રો આપ્યા અને સચિવાલય ખાતે રજૂઆતો કરવામાં આવી આમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવ્યો. જેથી આજે ફરી રાજ્યના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર દ્વારા સરકારને જાણ કરીએ છે કે આ આવેદનપત્રો બાદ તાત્કાલિક ધોરણે તા:૧૧.૦૧.૨૦૨૨નો પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે મળી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પોતે,પોતાનો પરિવાર,કુટુંબ,મિત્રો અને દરેક મત વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનું અભિયાન ચલાવશે,જેની ગંભીરતાથી નોંધ લેવી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો