Placeholder canvas

વાંકાનેર: અમરસર ફાટકે આઇસરે રેલ્વે ફાટક તોડીને કારને અડફેટે લીધી

By શાહરુખ ચૌહણ -વાંકાનેર
વાંકાનેર: અમરસર ફાટકે સવારે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ તરફથી આવતા આઇસરે રેલ્વે ફાટક તોડીને કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક યુવતીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ વાંકાનેર અમરસર ફાટકે રાજકોટ તરફ આવતું આઇસરે બંને ફાટકને તોડી પાડી હતી અને ત્યાં ઉભેલી ફોરવીલ સાથે ઠોકાતા ફોરકારમા બેઠેલી યુવતીને સામાન્ય ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રેલ્વે ફાટક અને કારમાં મોટુ નુકસાન થયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેલવેના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ રેલવે સ્ટાફ દ્વારા ફાટકને રીપેર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો