Placeholder canvas

મોરબી અને વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઈક સાથે ત્રણ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં પોલીસે બે ચોરાઉ મોટર સાયકલ સાથે ત્રણ વાહન ઉઠાવગીરને ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસે લાલપર નજીક સંતકૃપા હોટેલ પાસેથી થાનના મુકેશભાઇ ધુળાભાઇ ડાભી અને છેલા રણછોડ ચાવડાને લક્ષ્મીનગર – ભરતનગર વચ્ચે આવેલ ક્રિષ્નલીલા હોટલ માથી ચોરેલા 25 હજારની કિંમતના હોન્ડા ડ્રિમ સાથે ઝડપી લીધા હતા.

જયારે વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રનગરના કલ્પેશ અશોકભાઈ દુધરેજીયાને રૂપિયા 15 હજારની કિંમતના ચોરાઉ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ઝડપી લઈ સુરેન્દ્રનગરની વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ સમાચારને શેર કરો