Placeholder canvas

મુસ્લિમ પરિવારનું ઉમદા કાર્ય: બ્રેઇન ડેડ યુવાનના અંગોથી ચાર અન્યોને નવજીવન

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે રહેતાં અને રીકશા ચલાવતો સદ્દામ પઠાણ તારીખ 4 માર્ચના રોજ વાલિયા રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે તેની બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બ્રેઇનડેડ યુવાનના અંગોનું દાન કરવા માટે પરિવારને સમજાવતાં પરિવારજનો સહમત થયાં હતાં અને અંગોનું દાન કરાયું હતું. અમદાવાદની IKDRC ટીમ દ્વારા સુરત આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લિવર તથા સ્વાદુપિંડનું દાન સ્વીકારાયું હતું.

આ સમાચારને શેર કરો