Placeholder canvas

રામાપીર ચોકડી પાસે રીક્ષાની બેટરી ફાટતા યુવક દાઝયો

વાયરીંગ કરતી વેળાએ બેટરી ફાટી…

રાજકોટ : રૈયાધાર આવાસ કવાર્ટરમાં રહેતા રીક્ષા ચાલક વિનોદભાઇ બાબુભાઇ કુંડીયા (ઉ.વ.30) ગત રોજ સાંજે 7.30 વાગ્યે રામાપીર ચોકડી દેવજીવન પાસે પોતાની સીએનજી રીક્ષામાં વાયરીંગ કરતી વેળાએ બેટરી ધડાકાભેર ફાટતા રીક્ષાચાલક ગંભીર રીતે શરીરે દાઝતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.વધુમાં યુવક શાકભાજી વેંચવાનું કામ કરે છે અને પાંચ ભાઇ-બહેનમાં મોટો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી હતી.

આ સમાચારને શેર કરો